અભ્યાસ પાઠ - ર

એપ્રિલર-૮

પતન

शब्बाथ दुपारी

સાબ્બાથ મધ્યાહ્ન – આ અઠવાડિયાના અભ્યાસ માટે વાંચો : ઉત.૩:૧; કરિંથી.૧ ૧:૩; પ્રક્ટી.૧૨:૭-૯; ઉત.રઃ૧ ૬,૧ ૭; ઉત.૩:૭-૧ ૩.

સ્મૃતિવાક્ય : “અને તારીને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચેહુંવેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત.૩:૧૫).

અને  તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”

ઈશ્વરે આદમ તથા હવા ઘણાં બધાં તાલંતો/કૃપાદાનો આપ્યાં. આ કૃપાદાનોની સાથોસાથ, ઈશ્વરે આપણાં આ પ્રથમ માતપિતાને એક ચેતવણી પણ આપી : “અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. પણ ભલુભૂડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત.ર:૧૬,૧૭).આ ચેતવણી આપણને જણાવે છે કે ઈશ્વર કદીપણ એવું ઇચ્છતા ન હતાં કે આપણા પ્રથમ માતપિતા ભૂંડા વિશે કંઈ પણ જાણે. ઈશ્વર એવું ઇચ્છતા હતાં કે આદમ અને હવા ફક્ત સારાપણા વિશે જાણે.

આપણે શા માટે સમજી શકીએ છીએ, ખરું ને?

આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો હોવાથી તેઓએ મરવાનું છે (ઉત.૩:૧૯, રઃ૧૭). ઈશ્વર જીવનના વૃક્ષનું ફળ આદમ તથા હવાને ખાવાની મંજૂરી આપશે નહિ. જો તેઓ ખાશે, તો તેઓ સદાને માટે પાપીઓ તરીકે જીવન જીવશે (ઉત.૩:રર). તેથી ઈશ્વરે આપણાં પ્રથમ માતપિતાને એદનવાડીને છોડવા માટે કહે છે (ઉત.૩:૨૪).

પરંતુ ઈશ્વરે આદમ તથા હવાને એક આશા સાથે કાઢી મૂક્યા. આ આશા/વચન આપણને ઉત.૩:૧૫માં જોવા મળે છે. ઉત.૩:૧૫ એ એક સૌથી પ્રથમ વખત આપવામાં આવેલ સુસમાચાર છે. ઈશ્વરે આપણ સર્વને પાપ તથા મરણની સજામાંથી છૂટકારો પામવા માટેનો માર્ગ પૂરો પાડવા માટે વચનો આપે છે.

રવિવાર

એપ્રિલ-૩

સર્પ (ઉત.૩:૧)

સર્પ કોણ હતો? સર્પે હવાને કેવી રીતે છેતરી? તેનાં ઉત્તરો માટે, ઉત.૩:૧; ર કરિંથી.૧૧:૩ અને પ્રક્ટી.૧૨:૭-૯ વાંચો.

ઉત્પત્તિ ૩:૧ની શરૂઆત આ “સર્પ” શબ્દથી થાય છે. મૂસાએ વાક્યમાં “સર્પ” શબ્દ મૂક્યો છે જેથી આપણું ધ્યાન તેના પર જાય. વાક્યનો પ્રથમ શબ્દ હંમેશાં અગત્યનો હોય છે. તેથી, આપણે જોઈ શકીએ કે અહીં આપેલી વાતમાં “સર્પ” નો મુખ્ય ભાગ છે. તે ઉપરાંત તમે જોઈ શકશો કે મૂસાએ “a snake” ને બદલે “the snake” શબ્દનો ઉપયોગ કરેલ છે. “the” શબ્દ આપણને જણાવે છે. સર્પ છે જેના વિશે આપણને જાણકારી છે. તેથી, મૂસા જણાવવા માગે છે કે સર્પ વાસ્તવિકપણે છે અને તે કોઈ નકલી વ્યક્તિ નથી.

અન્ય જગ્યાએ, બાઇબલ જણાવે છે કે સર્પ-શેતાન ઈશ્વરનો વેરી છે (યશાયા ૨૭:૧). બાઇબલમાં આ સર્પને નામ પણ આપેલું છે. “દુષ્ટાત્મા તથા શેતાન” (પ્રક્ટી.૧૨:૯). બાઇબલના સમયકાળમાં પૂર્વના લોકો એવું માનતા હતાં કે સર્પ એ દુષ્ટનું એક રૂપક ચિત્ર છે.

“શેતાન તેની દુષ્ટ યોજના હવાને જણાવવા માગતો ન હતો. તેથી તેણે તે ખરેખર પોતે કોણ હતો તે છૂપાવાનું પસંદ કર્યું. તે સર્પનું રૂપ લઈને હવાની આગળ પ્રગટ થયો. હવાને છેતરવા માટે શેતાન માટે સર્પ એક સંપૂર્ણ પ્રાણી હતું. તે સમયોમાં, સર્પ ખૂબ જ ચાલાક તથા સૌથી સુંદર પ્રાણી તરીકે પૃથ્વી પર હતુ. તેને પાંખો પણ હતી. જ્યારે સર્પ હવામાં ઉડતો, તે ચળકતા સોનાની જેમ તેજસ્વી લાગતો હતો.”

સર્પે ઈશ્વરની સાથે તેમના વૈરીને બદલે મિત્ર હોવાનો ઢોંગ કરે છે. સર્પે આવું કેવી રીતે કરે છે? સર્પ ઈશ્વરનાં વચનો તે સ્ત્રીને કહે છે. તે ઈશ્વરની આજ્ઞાઓના સમર્થનમાં છે તેવી છાપ ઊભી કરે છે. શરૂઆતથી જ, શેતાન ઈશ્વરનાં વચનો/આજ્ઞાઓ તેને પસંદ પડે છે તેવું કહે છે. પાછળથી, આપણે જોઈશું કે શેતાન સમગ્ર બાઇબલ પણ જાણે છે (માથ.૪:૬).

તમો એ પણ જોઈ શકશો કે શેતાન હવાની સાથે સાચી રીતે દલીલો પણ કરતો નથી. પ્રથમ, તે તેણીને પ્રશ્ન પૂછે છે, પ્રશ્ન પૂછવાની ચાલાકી એવી છે કે હવાને એવું લાગે છે કે સર્પ પણ ઈશ્વરની આજ્ઞાઓ માને છે. “શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?”(ઉત.૩:૧). પરંતુ ખરેખર શેતાન ઈશ્વરનાં વચનો પર વિશ્વાસ કરતો નથી. તેથી, શરૂઆતથી જ, આપણે જોઈએ છીએ કે શેતાન એક ખૂબ જ ચાલાક તેમજ ધૂર્ત છે. આપણે એ પણ જોઈશું કે, તેની ચાલાકી કાર્ય કરે છે.

જો શેતાન શુદ્ધ-પાપરહિત એદનવાડીમાં સંપૂર્ણ દોષરહિત હવાને છેતરી શકતો હોય, તો શેતાન આ પતિત પૃથ્વી પર આપણા જેવા પાપીઓને કેટલી બધી વધારે રીતે છેતરી શકે? શેતાનના જૂઠાણાં તથા ચાલાકીનો સામનો કરવા આપણી પાસે સૌથી શ્રેષ્ઠ આશા કઈ રહેલી છે?

સોમવાર

એપ્રિલ૪

પ્રતિબંધિત ફળ (ઉત.રઃ૧૬,૧૦)

ઉત.રઃ૧૬,૧૭માં જણાવેલ ઈશ્વરે આદમને ફરમાવેલી આજ્ઞાઓ / શબ્દોવાંચો. ઉત.૩:૧-૬માં સર્પે સ્ત્રીને જે કંઈ કહ્યું હતું તેની સાથે આ આજ્ઞાઓની સરખામણી કરો. કેવી રીતે ઈશ્વરનાં શબ્દો/આજ્ઞાઓ તેમજ શેતાનના શબ્દો વચ્ચે અંતર જણાઈ આવે છે? કયા કયા બાઈઇબલનાં સત્યો તમારાં જવાબો દર્શાવે છે?

તમે જોયું? જેવી રીતે ઈશ્વર આદમને કહે છે (ઉત.રઃ૧૬,૧૭) તે   પ્રમાણે સર્પ પણ હવાને કહે? (ઉત.૩:૧-૬). શેતાન એવું ઇચ્છે કે હવાએ માનવું જોઈએ કે તેણે ઈશ્વરને બદલે પોતાને મૂક્યો છે અને તે ઈશ્વર કરતાં વધારે જ્ઞાન ધરાવે છે. પ્રથમ દષ્ટિએ સર્પ હવાને એક નિર્દોષ પ્રશ્ન પૂછે છે. પરંતુ સર્પ ચાલાકીથી હવાને પ્રશ્ન પૂછે છે. તે હવાને મૂંઝવણમાં નાખી દેવા ઇચ્છે છે. તે એવું ઇચ્છે છે કે હવા એવું માને કે તેણીએ વાસ્તવમાં ઈશ્વર જે કંઈ સમજતા હતા તે પ્રમાણે ખરેખર તેણી સમજી શકી નથી. બીજું, શેતાન એવો પ્રયત્ન કરે છે કે હવાને ઈશ્વર પર શંકા ઉપજે. ત્યારબાદ, છેવટે, અંતમાં શેતાન હિંમતપૂર્વક કહે છે કે ઈશ્વરની આજ્ઞાઓ/વચનો જૂઠા છે.

આમ, શેતાન અહીં બે પ્રકારના જૂઠ કહે છે. જેમાં પ્રથમ જૂઠ તે મરણ વિશે અને બીજું જૂઠ તે ભલું-ભૂંડું જાણવા વિશેનું. ઈશ્વર આદમને કહે છે કેજો તું પ્રતિબંધિત ફળ ખાશે તો તે ચોક્કસ મરણ તામશે (ઉત.રઃ૧૭). પરંતુ શેતાન અહીં હવાને કહે છે કે તમે મરણ પામશો નહિ (ઉત.૩:૪). ઈશ્વરે આદમને ફળ ખાવાની મનાઈ કરી છે (ઉત.ર:૧૭). પરતુ શેતાન હવાને ફળ ખાવા વિશે ઉપસાવે છે કેમ કે તે ફળ ખાવાથી તેઓ ઈશ્વર સમાન બનશે (ઉત.૩:૫).

હવા શેતાન પર વિશ્વાસ કરે છે. જો તેણી ફળ ખાશે તો તે સર્વકાળ જીવશે તે જૂઠને હવા માની લે છે. તેઓ ઈશ્વર જેવાં બનશે તે જૂઠ પણ હવા માની લે છે. જ્યારે હવાએ ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો કે તરત જ ઈશ્વર નિષ્ક્રિય છે તેઓ વ્યવહાર/વર્તન તે કરે છે. ખરાબ બાબત એ છે કે તેણી ઈશ્વર જ હોય તે પ્રમાણે વર્તે છે. આપણે તેના વ્યવહારમાં આ ફેરફાર જોઈ શકીએ છીએ જયારે તે ફળ તરફ દષ્ટિ કરે છે. હવાએ જોયું કે તે ફળ “તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે.” (ઉત.૩:૬). આ શબ્દો આપણને એ યાદ કરવામાં મદદરૂપ થાય છે કે જ્યારે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા ત્યારે દરેક દિવસના અંતભાગમાં ઈશ્વરે જે કહ્યું હતું. ઈશ્વરે જે કાંઈ બનાવ્યું તે જોયું, અને “ઈશ્વરે જોયું કે તે સારું છે” (ઉત.૧:૪).

બાઇબલના સમયકાળમાં, ઇજિપ્તવાસીઓ તથા ગ્રીક ધાર્મિક આગેવાનોએ શેતાનના બે જૂઠોનો સ્વીકાર કરીને તે વિશે શિક્ષણ આપતા હતા. આ આગેવાનો એવું શિક્ષણ આપણા હતાં કે જ્યારે શરીર મરણ પામે છે ત્યારે આત્મા નાશ પામતો નથી. આ આગેવાનો એવું પણ શિક્ષણ આપતા હતા કે માનવીઓ ઈશ્વર સમાન હોઈ શકે છે. દુઃખની વાત એ છે કે, આ જૂઠું શિક્ષણ પણ યહૂદી તથા ખ્રિસ્તી ધર્મનો એક ભાગ બની ગયો છે. આજે પણ ઘણી બધી મંડળીઓ એવો વિશ્વાસ ધરાવે છે કે જયારે શરીર મરણ પામે છે ત્યારે આત્મા મરણ પામતો નથી.

જ્યારે આપણે મરણપામીએ છીએ ત્યારે શું થાય છે તે વિશે બાઇબલ આપણને શું જણાવે છે? આપણો આત્મા સદાકાળ જીવશે તેવા શેતાનના જૂઠ સામે બાઇબલનું આ સત્ય આપણને કેવી રીતે સલામત રાખે છે?

મંગળવાર

એપ્રિલપ

ઈશ્વરથી સંતાવુ (ઉત.૩:૭-૧૩)

ઉત.૩:૭-૧૩માં આપણે આદમ તથા હવાના પાપ પછીની ઘટનાઓ વિશે વાંચીએ છીએ. શા માટે આદમ તથા હવા ઈશ્વરથી સંતાઈ ગયા? શામાટે ઈશ્વરે આદમને આપ્રશ્ન પૂછીને હાંક મારી “તું ક્યાં છે?” (ઉત.૩:૯). આદમ અને હવાએ તેમનાં પાપોને કારણે કયા કયા બહાનાંઓ જણાવ્યાં?

જ્યારે ઈશ્વરે આદમ તથા હવાને બનાવ્યાં, ત્યારે એક કોટની જેમ તેમનાં શરીરોને પ્રકાશથી ઢાંકેલા દ્શાવિ છે. પ્રકાશનો આ કોટ ઈશ્વરનો મહિમા છે (ગી.શા.૮:૫ વાંચો; ગી.શા.૧૦૪:૧,રની સાથે સરખાવો). આદમ અને હવાના પાપને કારણે આ પ્રકાશનો કોટ-આવરણ અદશ્ય થઈ જાય છે. હવે આ યુગલ ઈશ્વરની સપૂર્ણ પ્રતિમા-કોપી તરીકે રહ્યાં નથી. તેઓ હવે નગ્ન છે. “અને અંજીરીનાં પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદન બનાવ્યાં” (ઉત.૩*૭). શું તમે અહીં “સીવીને” શબ્દ ધ્યાનમાં લીધો. આ ક્રિયાપદને “બનાવ્યું” તરીકે પણ લખી શકાય છે. તેથી, અહીં     આપણે ફક્ત “બનાવ્યું” શબ્દને ઈશ્વરની સાથે જોડાયેલો હતો (ઉત.૧:૭, ૧૬, રપ વાંચો). મૂસા આપણને એ દર્શાવવા માગે છે કે આદમ અને હવાએ પોતાનાં “વસ્ત્રો” બનાવીને તેઓનાં પાપોને ઢાંકવા પ્રયત્ન કર્યો. આદમ તથા હવા એવું વિચારતા હશે કે તેમનાં સાર કાર્યો કે કર્મો કે કરણીઓ જ તેમનો બચાવ કરી શકશે. પરંતુ પાઉલ સમજાવે છે કે આપણી કરણીઓ દ્વારા આપણે પોતાને બચાવી શકતાં નથી (ગલાતી ૨:૧૬).

ઈશ્વર આદમને પ્રશ્ન કરે છે. “તું ક્યાં છે?” (ઉત.૩:૯). શુ આદમ ક્યાં છે તે ઈશ્વર જાણતાં નથી, માટે ઈશ્વર આવો પ્રશ્ન પૂછે છે? અલબત્ત, ઈશ્વર જાણે છે ! આવો જ પ્રશ્ન ઈશ્વર હાબેલ વિશે કાઈનને પણ પૂછે છે. આદમ તથા હવાને તેમના પાપનો અહેસાસ કરાવવા માટે ઈશ્વર આવો પ્રશ્ન પૂછે છે. ઈશ્વર તેઓને પાપથી પાછા ફરે તેવું ઇચ્છે છે. જયારે જયારે માનવીએ પાપ કર્યું, ત્યારે ત્યારે ઈશ્વરે તરત જ તેમનો બચાવ કરવા કાર્ય કર્યું.

આ વાત આપણને એ પણ જણાવે છે કે અંત સમયે ઈશ્વર તેમનાં લોકોનો ન્યાય પણ કરશે. સૌ પ્રથમ, ઈશ્વર પ્રશ્નો પૂછે છે (ઉત.૩:૯). બીજું, ઈશ્વર સજાની જાહેરાત/ઘોષણા કરે છે (ઉત.૩:૧૪-૧૯). જેથી આદમ તથા હવા ઈશ્વરની તરફ પાછા ફરે. ત્યારબાદ જ ઈશ્વર તેમનો ઉદ્ધાર કરશે (ઉત.૩:૧૫). આવી જ વિચારધારા આપણને સમગ્ર બાઇબલમાં જોવા મળે છે.

સૌ પ્રથમ, આદમ અને હવાએ મોટેભાગે પાપીઓ જે કંઈ કહે છે તે કરે છે. તેઓએ એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યાં. હવાએ આદમને પાપ કરવા માટ ઉપસાવ્યો. તેથી આદમ હવાને દોષ દેવા લાગ્યો (ઉત.૩:૧૨).ઈશ્વરે આદમને સ્ત્રીઆપી હતી તેને લઈને આદમ પણ ઈશ્વરનો દોષ કાઢે છે. “સર્પે મને ભૂલાવી” (ઉત.૩:૧૩). “ભૂલાવી” માટે હિબ્રૂ ભાષામાં “નાશા”શબ્દનો અર્થ દર્શાવે છે કે સર્પે હવાને જૂઠી આશા આપવાનો પ્રયત્ન કર્યો હતો. હવા જે કંઈ કરતી હતી તે સાચું છે તે માને તેવું સર્પ ઇચ્છતો હતો (ર રાજા ૧૯:૧૦; યશાયા ૩૭:૧૦; યર્મિયા ૪૯:૧૬).

જે કંઈ ભૂંડું કાર્ય કર્યું હોય તેને માટે તમે અન્યો ૫ર દોષારોપણ કરો છો? આપણા માટે આવી ફસામણી અથવા છળમાં પડવું શા માટે સરળ છે?

બુધવાર

એપ્રિલ ૬

ઈશ્વર સપને શાપ આપે છે (ઉત.૩:૧૫)

અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત.૩:૧૫) અહીં ઈશ્વર સપને શું કહી રહ્યા છે? આ શાપમાં આશાનો કયો સંકેત સમાયેલો છે?

સર્પે એદનવાડીમાં પૂરેપૂરું વેરણછેરણ કરી નાખ્યું. તેથી, ઈશ્વરે સર્પની સાથે ન્યાયાધીશ તરીકે કાર્ય કરવાનું આરંભ્યું. આ આખી વાતમાં ઈશ્વરે ફક્ત સર્પને જ શાપ આપ્યો તે તમો જૂઓ છો?

જ્યારે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, ત્યારે તેનાથી ઊલટું બન્યું તે વિશે ઉત.૩:૧૫ જણાવે છે. તે સમયે ઈશ્વરે આકાશ તથા પૃથ્વીને જીવન, ભલું અને આશીવરદોથી ભરપૂર કર્યા હતા. હવે, ઈશ્વર સર્પનો ન્યાય કરે છે. સર્પની વિરુધ્ધની શાપની ઘોષણાથી મરણ, ભૂંડાઈ તથા શાપની શરૂઆત થઈ. સર્પ વિરુધ્ધના ઈશ્વરના શાપને કારણે ઈશ્વર આશાનું વચન પુરૂં પાડે છે. ભવિષ્ય માટેનાં સંદેશામાં શાપ સમાયેલો છે. ઈશ્વર માનવીઓનો ઉધ્ધાર કરશે(ઉત.૩:૧૫). ઈશ્વર આદમ તથા હવાનો ન્યાય કરે તે પહેલાં ઈશ્વર તેમને આશાનું કિરણ પૂરૂં પાડે છે તે જૂઓ છો? હા, આદમ તથા હવાએ પાપ કર્યું. કદાચ, તેઓનાં પાપને કારણે તેઓને સહન કરવાનું છે. ચોક્કસ, તેઓ મરણ પામશે. પરંતુ ઈશ્વર તેમને આશા પૂરી પાડે છે કે ઈશ્વર અંતકાળમાં તેમનો બચાવ કરશે.

ઉત.૩:૧૫ની સાથે રોમ.૧ ૬:૨૦, હિબ્રૂ.૨:૧૪ અને પ્રકટી.૧૨:૧૭ સરખાવો. કેવી રીતે આ કલમો/ વચનો આપણાં ઉધ્ધાર માટે ઈશ્વરની યોજના તથા ભલાઈ તથા ભૂંડાઈની વચ્ચેના યુધ્ધ વિશે જણાવે છે?

શું તમે ઉત.૩:૧૫ અને પ્રકટી.૧૨:૧૭ બંનેમાં એક સમાન શબ્દચિત્ર તથા વિચારધારા જોવા મળે છે તેવું તમે જોઈ શકો છો? ચાલો આપણે જોઈએ કે કેવી રીતે તે કલમોનાં ભાગ એકબીજા સાથે સમાનતા દશવિ છે.

ઉત. ૩:૧૫

પ્રકટી ૧૨:૧૭

સર્પ (શેતાન)

અજગર

વેર

ગુસ્સે થયા

સ્ત્રી (એદનવાડીમાં)

સ્ત્રી (અરણ્યમાં)

તેનાં સંતાન

તેના બાકીના સંતાન

છૂંદશે

લડાઈ

 

સર્પ (શેતાન) અને સ્ત્રીની વચ્ચેની લડાઈ અંત સમય સુધી ચાલ્યા કરશે. ઈશ્વરનું વચન છે કે શેતાન હારી જશે. ઈસુ સર્પનું માથું છૂંદશે (પ્રકટી.૨૦:૧૦).

જયારે આ પૃથ્વી પર પાપ તથા ભૂંડાઈની શરૂઆત થઈ ત્યારથી જ ઈશ્વરે એદનવાડીમાં જ આપણને આશા પૂરી પાડેલી છે. શા માટેબાઈબલનું આ સત્ય કેટલું બધું દિલાસાજનક છે?

ગુરુવાર

એપ્રિલ-૭

માનવ માટે ઈશ્વરની યોજના (ઉત.૩:૧૫-ર૪)

આદમ અને હવાનાં પાપને કારણે તેઓને કઈ કઈ અસરો થાય છે? આપ્રશ્નના ઉત્તરો માટે, ઉત.૩:૧૫-૨૪ વાંચો.

ઈશ્વરે સર્પને શિક્ષા આપી જે એક શાપ સમાન છે (ઉત.૩:૧૪). પરંતુ ઈશ્વરે આદમ તથમ હવાને અલગ પ્રકારની શિક્ષા આપી. તેઓની શિક્ષા શાપ સમાન ન હતી.મૂસાએ “શાપ” વધુ એકવાર ઉત્પતિના પુસ્તકમાં વાપર્યો છે જે “ભૂમિના” શાપ સંબંધી છે (ઉત.૩:૧૭). સર્પ કરતાં આદમ તેમજ હવા માટે ઈશ્વરની પાસે વધુ સારી યોજનાઓ હતી. ઈશ્વરે આદમ તથા હવાને આશાઓ આપી જે તેમણે શેતાન ન આપી હતી.

સર્પના સંપર્કના કારણે તે સ્ત્રી પાપ કરે છે. તેથી, ઈશ્વર સર્પને આપવામાં આવેલ શાપના અનુસંધાનમાં તે સ્ત્રીને શિક્ષાઓ ફરમાવે છે. તેથી ઉત.૩:૧૬ માં સ્રી વિશે એક અગત્યનો સંદેશો સમાયેલો છે. જે સંદેશામાં ઉત.૩:૧૫ માં એક ઉદ્ધારકનું વચન આપવામાં આવેલું છે. આ અનુસંધાન આપણને એ જોવા માટે મદદરૂપ થાય છે કે માનવજાતના ઉદ્ધાર માટે ઈશ્વરની ભવિષ્યની યોજનામાં સ્ત્રીની ભૂમિકા રહેલી છે (૧  તિમોથી ૨:૧૪,૧૫ની સાથે સરખાવો).

માણસ પાપ કરે છે કારણ કે તે સ્ત્રીનું કહેલું માને છે, ઈશ્વરનું નહિ. તેથી, ઈશ્વરે ભૂમિને શાપ દઈને તે માણસને શિક્ષા ફરમાવે છે કારણ કે ઈશ્વરે આદમને ભૂમિની માટીમાંથી બનાવ્યો હતો (ઉત.૩:૧૭). હવેથી માણસે પોતાના સમગ્ર જીવન દરમ્યાન સખત મહેનત કરવી પડશે (ઉત.૩:૧૭-૧૯). ત્યારબાદ તે માણસ મરણ પામશે ત્યારે તે પાછો ધૂળમાં મળી જશે (ઉત.૩:૧૯). માણસ માટે ઈશ્વરની યોજનામાં કદી પણ મરણને સ્થાન હોતું નથી અથવા નથી.

સ્ત્રીએ જીવન તથા દયાનું રૂપકચિત્ર છે (ઉત.૩:૨ર૦). હવાની ભવિષ્યની પુત્રીને બાળક અવતરશે. તે બાળક જ સમગ્ર પૃથ્વીનો તારણહાર બનશે. તે બાળક જ માનવીઓને મરણ તથા પાપના શાપમાંથી છોડાવશે.

ઈશ્વર ફક્ત આદમ અને હવાને માટે ભૂંડાને બદલે ભલું કરવા ઈચ્છે છે. આદમ તથા હવાએ ઈશ્ચરના પ્રેમ અથવા તેમની આજ્ઞાઓ/ શબ્દો/ વચનો પર કોઈપણ પ્રકારનું સંદેહ લાવવાનો ન હતો. પરંતુ હવે આદમ તથા હવા ભૂંડું જાણે છે. તેથી, ઈશ્વર તેઓનો છૂટકારો કરવા માટે સઘળું કરશે. આ બાઈબલ સત્ય આપણે ઈશ્વરે આદમ તથા હવાને ફરમાવેલી શિક્ષામાં જોઈએ છીએ. ઈશ્વરે આપણા આદિ માતપિતાને ફરમાવેલી શિક્ષામાં આપણે આશાનું કિરણ જોઈએ છીએ.

આપણે ઘણી બધીવાર “જ્ઞાન” વિશે સારું નરસું વિચારીએ છીએ, ખરું ને? તે શા માટે હંમેશા, આદમ તથા હવાના પાપાને કારણે આપણને લાગતું નથી? ન જાણવામાં કઈ કઈ બાબતો વધુ સારી રહેલી છે?

શુક્રવાર

એપ્રિલ૮

વધુ અભ્યાસ : ભલું ભૂંડું જાણવાનું તથા જીવનના વૃક્ષ વચ્ચે સરખામણી કરો. બંને વૃક્ષ એદનવાડીની વચ્ચે (મધ્યમાં) આવેલા હતાં (ઉત. ૨:૯). જયારે પ્રથમ માનવીએ પ્રતિબંધિત ફળ ખાધું, ત્યારે ઈશ્વરે જીવનના વૃક્ષનું ફળ ફરી કદી પણ ખાવા દીધું નહિ. આ બાઈબલ સત્ય આપણને એક અગત્યનો નિયમ શીખવે છે. આપણી આત્મિક પસંદગીઓ આપણી તંદુરસ્તી તેમજ આપણાં શરીરો સાથે જોડાયેલાં છે. આ જ પસંદગીઓ આપણને નિર્બળ કે મજબૂત બનાવી શકે છે. આપણી પસંદગીઓ આપણને જીવન કે મરણ તરફ લઈ જઈ શકે છે. સુલેમાન રાજા આ સત્ય સમજયા હતા. તેથી, તેઓ તેમના પુત્રને કહે છે “ મારા દીકરા, મારું શિક્ષણ વીસરી ન જા; તારા હૃદયે મારી આજ્ઞાઓને સંઘરી રાખવી; કેમ કે તે તને દીઘયિષ્ય, આવરદાનાં વર્ષો તથા શાંતિની વૃદ્ધે આપશે.” (નીતિ.૩:૧,૨). નવું યરુશાલેમ પણ આપણને આત્મિક પસંદગીઓ તથા આપણી તંદુરસ્તી વિશે પણ આ જ સત્ય જણાવે છે. તે પવિત્ર નગરમાં આપણે પણ ફક્ત જીવનનું વૃક્ષ જોઈ શકીએ છીએ પ્રિકટી.૨૨:૨).

“જ્યારે ઈશ્વરે હવાનું સર્જન કર્યું, ત્યારે તેમણે પુરુષ કરતાં ઉચ્ચ કે ઊતરતી કક્ષાની બનાવી ન હતી. દરેક બાબતમાં હવા આદમને માટે સંપૂર્ણ જોડી હતી. આ પવિત્ર દંપતિ માટે એકબીજાને માટેનો અલગ અલગ હેતુ હોઈ શકે તેવી કોઈ ઈશ્વરની યોજના ન હતી. તે સમયે, ઈશ્વરે દરેકને પોત-પોતાની જાતે વિચારવા માટે જ બનાવ્યાં હતા. પરંતુ જ્યારે હવાએ પાપ કર્યું. કારણ કે પ્રથમ તેણે પાપ કર્યું, તેથી ઈશ્વરે તેણીને કહ્યું કે આદમ જ તમારા લગ્નજીવનનો નિર્ણયકર્તા અથવા નિર્ણાયક રહેશે. તેથી ઈશ્વરે હવાને તેના પતિ આદમને આધીન થવા માટે કહ્યું. પાપને કારણે આ શાપની શિક્ષા આપવામાં આવી. જે એક શાપની શિક્ષાનો ભાગ હતો. ઘણીબધી રીતે, આ શાપને કારણે સ્ત્રીનું જીવન દયનીય બન્યું છે. તેણીનું જીવન એક સખત વેઠ/ ભારથી દબાઈ જાય તેવું અનુભવે છે. પુરુષો સ્ત્રીઓના રાજા હોય અને તે સ્ત્રી તેમની ગુલામ હોય તેવી રીતે વર્તે છે.”

 

ચચ માટેનાં પ્રશ્નો

 

  1. ઈશ્વર આદમની નજીક આવીને પ્રશ્ન પૂછે છે. ઈશ્વર ઈચ્છતાં હતાં કે આ પ્રશ્નો દ્વારા આદમને પાપનો અહેસાસ થાય. ઈશ્વરે તેને પાપથી પાછો ફરવા માટે પણ પ્રશ્ન પૂછયો હતો. ઈશ્વર આવી જ યોજના દરેક બાઈબલની વાતોમાં ઉપયોગ કરે છે. આપણે જોઈએ છીએ કે કાઈનને (ઉત.૪:૯,૧૦), જળપ્રલય (ઉત. ૬:૫, ૮), બાબિલનો બૂરજ (ઉત.૧૧:૫), અને સદોમ તેમજ ગમોરાહ (ઉત.૧૮:૨૧)માં આવા પ્રકારનાં પ્રશ્નો પૂછે છે. આ બધી બાઈબલની વાતો આપણને જણાવે છે કે અંતસમયે ઈશ્વર પૃથ્વીનો ન્યાય કરશે. આ બધી બાઈબલની વાતો તમે ઈશ્વરને આપણા ન્યાયાધીશ તરીકે તેમનાં વિશેષ કાર્યમાં શું જુઓ છો?
  2. જો ભલું-ભૂડું જાણવાના વૃક્ષનું ફળ ખાવામાં આવે તો હવા ડાહપણ – જ્ઞાન મેળવી શકે છે તેવું શા માટે વિચારે છે? આપણા જીવનોમાં આવા જ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન કરતા કેવી રીતે અટકાવ કરી શકીએ છીએર એટલે કે, બાઈબલમાં ઈશ્વરે વચન દ્વારા આપેલી આશા કરતાં કઈંક વધારે સારી અપેક્ષા રાખવાથી ભૂલોનો કેવી રીતે અટકાવ કરી શકીશું?